Amit Shah Inaugurates New Dairy Plant in Gandhinagar

Akila News
Amit Shah Inaugurates New Dairy Plant in Gandhinagar
Full News
Share:

ગાંધીનગર તા. ૧૮: ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્‍દ્રીય ગળહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્‍થિતિમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ (મધુર ડેરી)ના નવનિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા નવા પ્‍લાન્‍ટનો ઉદ્ધાટન સમારોહ યોજાઈ ગયો હતો. અમિતભાઇ શાહે આ તકે જણાવ્‍યું કે, દશેલામાં એક નવી શરૂઆત ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્‍પાદક સંઘ દ્વારા શરુ થવા જઈ રહી છે. આશરે રૂ.૧૨૮ કરોડના ખર્ચે ૧૫ એકર જમીન પર રોજનું ૨.૫ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ કાર્ય કરવાનું કામ આ પ્‍લાન્‍ટ કરશે અને ૭૫ ટકા આવક તમામ દૂધ ઉત્‍પાદકોના ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્‍લાન્‍ટનું નિર્માણ બમણું દૂધ પ્રોસેસિંગ થાય એ પ્રમાણે કરવામાં આવ્‍યું છે. આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવન કાકા, વર્ગીસ કુરિયન અને અનેક સહકારી આગેવાનોની પરંપરાને શંકરસિંહ રાણાએ આગળ વધારી તેના કારણે મધુર ડેરી એ એક મજબૂત ડેરી તરીકે ઉપસ્‍થિત થઇ છે. ૧૯૭૧ થી માત્ર ચાર મંડળીઓ અને ૬ હજાર લીટર દૂધ અને રૂ.૭ હજારનું ટર્નઓવરથી વધીને આજે ૭ લાખનું ટર્નઓવર થયું છે. આ પ્રગતિ ૨૬૮ કરોડ સુધી વાર્ષિક ટર્નઓવર પહોંચવું અને ૩ લાખ લિટરથી વધુ દૂધનું વિતરણ, પ્રોસેસિંગ અને કલેક્‍શન કરવું તે કો ઓપરેટીવ સિસ્‍ટમની સૌથી મોટી સફળતા છે. પશુપાલકોની આવકની સાથે સાથે બહેનોનું એમ્‍પાવરમેન્‍ટ પણ થયું હોવાનું શ્રી શાહે નોંધ્‍યું હતું. શ્રી શાહે પોતાની જન્‍મભૂમિ માણસાની વાત કરતા કહ્યું કે, ૧૯૭૧માં ડેરી સ્‍થપાઈ તે પહેલાની બહેનોની સ્‍થિતિ જોઈ છે અને આજની સ્‍થિતિ આપણા સૌની સમક્ષ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.