ભુજ, તા.19 :એકતરફ ભુજ નગરપાલિકાના હોદ્દેદારોનીનિયુક્તિ થતાં અભિનંદન પાઠવવા લોકાહે ઉમટી રહ્યા હતા જ્યારે બીજીતરફ વિપક્ષ દ્વારાસુધરાઇ કચેરીમાં વિપક્ષને રૂમ ફાળવવા પ્રાંત અધિકારી તથા મુખ્ય અધિકારી સમક્ષ માંગકરાઇ હતી. ભુજના નાગરિકો વિવિધ સમસ્યાઓ, જનપ્રતિનિધિઓ તેમજ બેઠક, અરજી કામગીરી તથાજાહેર કામોના સુચારુ સંચાલન માટે નગરપાલિકા આવતા હોય છે ત્યારે તેમની સમસ્યાને વાચાઆપવા અને પ્રશ્નો હલ કરવા વિપક્ષી નગરસેવકો માટે રૂમ ફાળવવા માંગ કરી હતી. કોંગ્રેસતેમજ એઆઇએમઆઇએમના ચૂંટાયેલા નગરસેવકાહે દ્વારા અધિકારીને સ્પષ્ટ જણાવ્યું કે, નિયમોમાંજોગવાઇ મુજબ ઉ.પ્ર. અને કારોબારી ચેરમેનની ચેમ્બરની જોગવાઇ નથી. તેમ છતાં તેમની ચેમ્બરરખાઇ છે. જાહેસત્તા પક્ષ માટે નિયમો લાગુ ન પડતા હોય તો વિપક્ષ માટે પણ ચેમ્બરની જોગવાઇકરવી જોઇએ. આ ઉપરાંત વિપક્ષ નગરસેવિકા અંજલિ ગોરે નગરપાલિકા એક્ટ પાના નં.542ને ટાંકી જણાવ્યું કે, નગરપાલિકાકચેરીમાં પ્રમુખ, કારોબારી સભાખંડ, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ શાખા અને સેનિટેશનની જચેમ્બષરને જ મંજૂરી હોય છે તેવી દલીલ કરી હતી. તો, કિશોરદાન ગઢવીએ જો ચેમ્બર ફાળવવામાંનહીં આવે તો કચેરી પ્રાંગણમાં સમિયાણુશં બાંધી વિપક્ષી નગરસેવકો બેસી લોકોના પ્રશ્નોનેવાચા આપશે. ઉપરાંત સત્તા પક્ષને ફાળવાયેલી વધારાની ચેમતબરને તાળબંધી કરાશે તેવી ચિમકીઉચ્ચારી હતી. ફકીરમામદ કુંભાર, આઇસુબેન સમા, એઆઇએમઆઇએમના સકીલ સમા, સમા રોશનબેન, જુણેજાસરફરાઝ વિ. માગણીમાં જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા તેમજ વિધાનસભામાં પણઉપાધ્યક્ષનું સ્થાન હોય છે, પણ તે ફાળવવામાં નથી આવતું.
Bhuj Municipality Appointments Spark Celebration and Controversy
Kutch Mitra•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.