( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભાજપના ગઢ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પાસે માત્ર માળિયા નગરપાલિકા અને વાંકાનેર તાલુકા પંચાયતનું શાસન છે ચુંટણીમાં આ બે સંસ્થાને બાદ કરતા તમામ સ્થળોએ ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે માળિયા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે. માળિયા નગરપાલિકા પ્રમુખ તરીકે હારૂનભાઈ હબીબભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ તરીકે વિરમભાઇ નુરમામદભાઈ મોવરની વરણી કરવામાં આવી છે માળિયા પાલિકામાં કોંગ્રેસને ૧૭ બેઠકો અને ભાજપને ૭ બેઠકો મળી હતી અને આજે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
Congress Wins Local Elections in Morbi District
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.